જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહ્યી છે તે જોતા ચૂંટણી માહોલ જામતો દેખાઈ રહ્યો છે.વાત કરીએ દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારની કે જ્યાં હાલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શૈલેષ મનુંભાઇ પરમાર ચૂંટાયા હતા. તેમના વિરુદ્ધ મતદારોમા રોષ જોવા મળી રહ્યો છે. જેના સંદર્ભે સોશ્યિલ મીડિયા પર મતદારો રોષનો મારો કરી રહ્યા છે. બીજી બાજુ શૈલેષ મનું ભાઇ પરમારની દરેક સભામા હોબાળો થઇ રહ્યા છે.વીત્યા દિવસોમાં બોમ્બે હોટલ બેરલ માર્કેટ ખાતે ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમારથી પોતાના મતદાર વિસ્તારમા ચૂંટાયા પછી કેમ દેખાતા નથી તેવા તીખા સવાલો એક મહિલા કાર્યકર્તા દ્વારા પુછાતા સભા મા હોબાળો થયો હતો અને સભાને નિયત સમય કરતા વહેલા સમેટી લેવી પડી હતી. તેવો જ એક બનાવ ગોમતીપુર ખાતે પણ બનવા પામ્યું છે.ગત તારીખ 10/11/2022ના રોજ ટોપિમિલ રાજપુર ખાતે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર શૈલેષ મનુભાઈ પરમાર અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કાર્યકર્તા સંમેલન નામે જાહેર સભા કરવામાં આવી હતી. આ સભામા પણ હોબાળો થયો છે.દાણીલીમડા મતવિસ્તારના મતદારોમા પોતાના ધારાસભ્ય શૈલેષ મનુભાઇ પરમાર વિરુદ્ધ આકરોષ દરેક સભામા જોવા મળી રહ્યું છે.શું આ સડયંત્ર છે.?મતદારોના જણાવ્યા પ્રમાણે દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારમા ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમારે ચૂંટાયા પછી એક પણ મુલાકાત કરી નથી કે તેમના દ્વારા કોઈ જન સંપર્ક કાર્યાલય નિમવામા આવ્યું નથી અમે કેવી રીતે અમારા ધારાસભ્ય નું સંપર્ક કરીએ? એવી કોઈ કામગીરી પણ કરી નથી કે જેથી હવે અમે તેમને અમારો કિંમતી મત આપી વિજયી બનાવીએ. અમારા મતદાર વિસ્તારમા જયારે મત માંગવા આવો ત્યારે અમારા સવાલોના જવાબ લઈને આવજો નહિ તર મત માંગવા આવતા નહિ.
- કોરોના મહામારીમા એક ધારાસભ્ય તરીકે તમારા દ્વારા તમારા મતવિસ્તાર મા શું કામગીરી કરવામાં આવી?
- રસ્તા-ગટર જેવી સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં ક્યારે આવશે?
- ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મતવિસ્તારની કેટલી મુલાકાત કરવામાં આવી અને ક્યાં?
- એમ્બ્યુલન્સ માટે ફાળવેલ બજેટમા હજુ પણ એમ્બયુલેન્સ મળી નથી. મળશે ખરી?
- વિવિધ સરકારી યોજનાના ફોર્મ ભરવા કે મતદારો માટે મતદાર વિસ્તારમા આજદિન સુધી કોઈ જનસંપર્ક કાર્યાલય બનાવવામા આવ્યું?
- દાણીલીમડાના મતદારોને પોતાના ધારાસભ્યનું કામ અર્થે મુલાકાતની જરૂર પડે માટે ઓફિસ ક્યાં બનાવવામા આવી?
- પોતાના મતવિસ્તાર માટે માટે રાજ્ય સભામા કે ગૃહમા કેટલી વખત રજુઆત કરી?

સૂત્રોના અહેવાલોથી આવા પ્રકારનું હાલ રોષ દાણીલીમડાના મતદારોમા જોવા મળી રહ્યું છે.બીજી બાજુ સત્તાવાર સૂત્રો તરફથી એવી પણ હકીકત મળી રહી છે કે ખુદ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા જ આવા સડયંત્ર રચવામાં આવી રહ્યા છે કે પોતાની પાર્ટીના જ ધારાસભ્ય શૈલેષ મનુભાઇ પરમાર વિરુદ્ધ મતદારોમા આક્રોશ ભાભુકી ઉઠે. અને આ સડયંત્ર સફળ પણ થઇ રહ્યું છે.અમને અમારા સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે જે ચોકાવનારી છે ખાસ કરી દાણીલીમડા વિસ્તારના મતદારો માટે. કોંગ્રેસના ગોમતીપુર રાજપુરના વર્તમાન કોર્પોરેટર ઈકબાલ શેખ અને આજ પેનલના બીજા કોર્પોરેટર દ્વારા દાણીલીમડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ઉમેદવાર દિનેશ કાપડિયા સાથે અંદરો ખાને ગુપ્ત મિટિંગ થઇ છે.આ મિટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ શૈલેષ મનુભાઈ પરમારની નબળી કામગીરી અને અને કોંગ્રેસના કોર્પોરેટરોના અંગત અદાવત છે. તે પાર પાડવા ગુપ્ત મિટિંગ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.રાજપુર ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ,આજ પેનલના બીજા કોર્પોરેટર સાથીદારો અને દાણીલીમડા મતવિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે મળી શૈલેષ મનુભાઈ પરમાર ને કોઈ પણ સંજોગોમા ચૂંટાય નહિ તેવા દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાર્ટી વિરુદ્ધ અંદર ખાને જે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી ચોક્કસ શૈલેષ મનુભાઈ પરમારની દાણીલીમડા સીટ પર આ વખતે ખતરો દેખાઈ રહ્યું છે.શૈલેષ મનુભાઈ પરમાર ને આ વખતે વિજયીના બને તેવા દરેક પ્રયાસો કોંગ્રેસ ના જ કોર્પોરેટરો કરી રહ્યા છે. તેવા પણ આક્ષેપ ના સમાચાર મળી રહ્યા છે.