દિવ્ય સરદાર : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન
અજીતમિલ ચારરસ્તા ખાતે આવેલ ટ્રાફિક પોલીસની ચોકી આગળ જ ગંદા પાણીના ખાબોચિયા ભરાયા છે. શું તંત્રના જવાબદાર વ્યક્તિઓને દેખાતું નથી.ટ્રાફિક પોલીસના જવાનો ફરજ નિભાવવા ગંદા પાણીમાં થી અવર જવર કરવા મજબુર બન્યા છે.રાહદારીઓ પણ ગંદા પાણી માંથી પસાર થવા મજબુર બન્યા છે. મોટા જવાબદાર અધિકારીઓ આ રસ્તેથી રોજ અવર જવર કરે છે છતાંય તેમને ટ્રાફિક પોલીસ અને રાહદારીઓને પડતી હાલાકી દેખાતી નથી. રોડ પર ભરાયેલ ગંદા પાણીના ખાબોચિયા દેખાતા નથી.