મોરબીની ગોજારી દુર્ઘટનામાં 142 થી વધુ માનવીઓનો ભોગ લેવાય ગયો છે ત્યારે આ ઘટનામાં પોલીસે શા અપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલા 9 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી દેવામાં આવી છે જેની રેંજ આઈજી અશોક યાદવે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.આ ઘટના સંદર્ભે બી ડીવીઝનના પીઆઈ પ્રકાશ ડેકીવાડિયાએ સરકાર પક્ષે ફરિયાદી બની ઝુલતા પુલનું સમારકામ કરનાર મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર આવી છે.
એજન્સીઓ સામે શા અપરાધ મનુષ્ય વધ અને માનવની જીંદગી જોખમમાં મુકવા અંગેનો ગુનો નોંધ્યો હતો.પોલીસે આ બનાવમાં સંડોવાયેલા દીપક નવીનચંદ્ર પારેખ ઉ.વ.44,દિનેશ મહાસુખરાય દવે ઉ.વ.41,મનસુખ લાખાભાઈ સોલંકી ઉ.વ.36, પ્રકાશ લાલજી પરમાર ઉ.વ.63,દેવાંગ પ્રકાશ પરમાર ઉ.વ.31,અલ્પેશ ગલાભાઈ ગોહિલ ઉ.વ.25,દિલીપ ગલાભાઈ ગોહિલ ઉ.વ.33 અને મુકેશ દલસિંગચૌહાણ ઉ.વ.26ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસના સકંજામાં સપડાયેલાઓમાં ઝુલતા પુલનું મેનેજમેન્ટ કરનાર બે મેનેજર, રીપેરીંગ કામ કરનાર પિતા-પુત્ર,૩ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થયો છે.
દિવ્ય સરદાર : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન