ઇકો ગાડીના માલિક હિરેન ચંદ્રવદન પરીખના જણાવ્યા પ્રમાણે તેમણે 19/10/2022થી 31/10/2022 સુધી તેમની સુઝુકી કંપનીની સિલ્વર કલરની ઈકો ગાડી જેનું આર ટી ઓ પારસીંગ નંબર GJ.01.WF.2217 કાળીદાસ મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલ અનુજ એન્જીનીયરિંગ આગળ પાર્ક કરી હતી.31/10/2022ના રોજ ગાડીનું કામ અર્થે જરૂરિયાત હોઈ ડ્રાંઇવર મોહંમદ ઇલ્યાસભાઇ દ્વારા ઈકો ગાડી ચાલુ કરવામાં આવતા ગાડીમાંથી વધારે પડતો ઘોઘાટ આવતા પાછળથી જાણ થઇ કે ઈકો ગાડીમાં સાઇલેન્સર નથી. જેની જાણ ઈકો ગાડીના માલિક હિરેનભાઇ ને જાણ કરાતા શંકા ગઈ કે સાઇલેન્સર ચોરી થયું છે.જેની કિંમત આશરે 30000 રૂપિયા થાય છે.ચોરીની શંકા જતા ગોમતીપુર પોલીસને જાણ કરવામાં આવી.ગોમતીપુર પોલીસે અજાણ્યા ચોર ઈશમ વિરુદ્ધ આઈ પી સી ની ધારા 379 હેઠળ ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.
દિવ્ય સરદાર : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન