દિવ્ય સરદાર : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન
અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા બાપુનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને જમનાનગરના છાપરા પાસે બજરંગ સોસાયટી પાછળ જાહેરમાં ગેરકાયદે રીતે તિલક પટેલ નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે દારૂનો જથ્થો ઉતારી ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન સ્થળ પર તપાસ કરતા કાળા કલરની કોથળીઓમાં પડેલ બોક્ષમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં વધુ તપાસ હાથ ધરતા સ્થળ પર હાજર દારૂનું વેચાણ કરતા આરોપીની પૂછપરછ કરતા રમેશભાઈ કનૈયાલાલ વણઝારા (રહે. અનિક વકીલની ચાલી, નરોડા રોડ) હોવાનું વિજિલન્સને જણાવ્યું હતું. જેથી વિજિલન્સે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી દારૂની 540 બોટલો (કિંમત 1,13,760) સહિત કુલ 1,25,340નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન પટેલ સહીત સ્થાનિક પોલીસ કર્મચારીઓ દારૂની પરમિશન પાછળ શંકાના દાયરામાં છે હવે સમગ્ર મામલે તપાસ દરમિયાન જવાબદાર જણાતા પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહિ એતો જોવાનું રહ્યું.