જર્જરિત વિશાલા બ્રિજ પર ફક્ત કલર કામ કરી જર્જરિત બ્રિજ ને મજબૂત બનાવતું સરકારી તંત્ર

જર્જરિત વિશાલા બ્રિજને ફક્ત કલરકામ કરી ભ્રસ્ટાચાર આચારવામાં આવી રહ્યું છે.? રંગ રોગાન કરી સરકારની જવાબદારીથી બચવાં છટકબારી

#image_title

જર્જરિત વિશાલા બ્રિજને ફક્ત કલરકામ કરી ભ્રસ્ટાચાર આચારવામાં આવી રહ્યું છે.?

એક બાજુ મોરબીમા ઝૂલતા પુલમા મોટો ભ્રસ્ટાચાર આચરવા આવ્યા હોવાના ખુલાસાઓ થઇ રહ્યા છે. 2 કરોડના સમારકામ ટેન્ડરમા ફક્ત 12 લાખ વાપરી તંત્રએ 142 નિર્દોષ લોકોના જીવ લીધા છે. મોરબી હોનારત પછી કહેવાય રહ્યું છે કે તંત્રએ અગમચેતીના પગલાં રૂપે બિસ્માર હાલતમા હોય તેવા બ્રિજ પર વાહન વ્યવહાર સીમિત કરી દીધું છે અને બિસ્માર હાલતમા હોય તેવા બ્રિજ માટે સમારકામ માટેની પ્રકિયા ઝડપી બનાવવામાં આવી છે.

Government system strengthening the dilapidated Vishala Bridge by doing only color work

પણ એટલે થી પણ તંત્રની આંખ ખુલી ના હોય તેવો બનાવ અમદાવાદના વિશાલા બ્રિજ પર થઇ રહ્યું છે.ખરેખર સાબરમતી નદી પર બનાવવામાં આવેલ નારોલ અને વિશાલા સર્કલને જોડતું વિશાલા બ્રિજ એકદમ જર્જરિત હાલતમા છે. ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.એવી બિસ્માર હાલત થઇ છેબ્રિજની કે જયારે મોટા વાહનો આ વિશાલા બ્રિજ પર થી અવર જવર કરે છે તો બ્રિજ હલે છે તેવો આસપાસના સ્થાનિકો દ્વારા જાળવા મળી રહ્યું છે.

પણ તંત્રને જાણે કઈ પડી ના હોય તેમ સમારકામ કરવાની જગ્યાએ ફક્ત રંગ રોગાન કરી પોતાની જવાબદારીથી બચવાં છટકબારી કરવામાં આવી રહ્યી તેવો આક્ષેપ થઇ રહ્યા છે. એવી તો કેવી જવાબદાર તંત્ર પાસે ટેક્નોલોજી આવી ગઈ છે કે તંત્રના બ્રિજ પર ફક્ત કલર કામ કરવાથી જાણે જર્જરિત બ્રિજ મજબૂત થઇ જતું હોય. શું આ ભ્રસ્ટાચાર નથી. શું આ વિશાલા બ્રિજ પર થી અવર જવર કરતા શહેરીજનો જીવ ની કોઈ કિંમત નથી. કે તંત્ર મોરબી હોનારત જેવી હોનારતની વિશાલા બ્રિજ પર રાહ જોઈ રહ્યું છે.

India Government system strengthening the dilapidated Vishala Bridge by doing only color work

Gujarat samachar

ahmedabad samachar

દિવ્ય સરદાર  : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન

Exit mobile version