અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જમાલપુરમાંથી Md ડ્રગ્સના જથ્થા સાથે ચાર ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે.જેમાં મોહંમદ તૌફીક ઉર્ફે લાલા શેખ,સાબિદ ઉર્ફે લંબુ કાલીયા શેખ, ઈરફાન હુસેન અને મુસેફ નામના ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે.અગાઉ પકડાયેલા ડ્રગ્સ પેડલરોની તપાસમા આ ચાર ડ્રગ્સ પેડલરોના નામે ખુલ્યા હતા.જેમાં પોલીસ તપાસ દરમિયાન આ આરોપીઓ ઝડપાઈ જતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે.
દિવ્ય સરદાર : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન