અ.મ્યુ.કો. ની લાપરવાહીએ લીધો નિર્દોષ વ્યક્તિનો ભોગ

સુખાઈ ગયેલ વૃક્ષ ધડાકા ભેર ત્યાં બેસેલા લોકો ઉપર પડતા એક વ્યક્તિ ની ઘટનાસ્થળે જ કામકમાટી ભર્યું મોત નીપજ્યું અને બીજા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત

#image_title

વંદે ભારત એક્સપ્રેસ અને અહમદાવાદ મેટ્રોના ઉદ્ધઘાટન સમયે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીની સુરક્ષા અને સાવચેતીના પગલાં રૂપે કાલુપુર રેલવે સ્ટેશનના 12નંબર પ્લેટફોર્મ ખાતે અને આજુ બાજુના વિસ્તારમા અંદાજે 12 દિવસ સુધી ધંધા રોજગાર બંદ કરાવવામાં આવ્યા હતા. મોદી સાહેબની સલામતી તંત્રને દેખાય છે. તંત્રના જવાબદાર અધિકારીઓને પણ દેખાય છે.આમ નાગરિકોની સલામતી દેખાતી નથી. આમ નાગરિકોની તખલીફો દેખાતી નથી. આવો જ એક બનાવ કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબર પ્લેટફોર્મ હંઝર સિનેમાની સામે ITIની દિવાલ પાસે બનવા પામ્યું છે.

#image_title

જેમાં તંત્રની બેદરકારીએ એક નિર્દોષ મો.યાસીનનો જીવ લીધો છે. જે જગ્યાએ બનાવ બનવા પામ્યું છે ત્યાં એક મોટા વૃક્ષ કે જે સુખાઈ ગયો હતો તેને લઇ વારંવાર તંત્ર અને જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી,છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરી જેતે બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી જેમાં એક નિર્દોષ વ્યક્તિનું કે જેનું નામ મો. યાસીન (અંદાજે ઉંમર 25 વર્ષ) કહેવામાં આવી રહ્યું છે. તેમનું કામકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને બીજા બે વ્યક્તિઓ ઈજાગરસ્ત થયા છે.શું આ બાબતે જવાબદાર અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે…???

Exit mobile version